પાવર પૌંઆ

પાવર પૌંઆ

તૈયારીનો સમયઃ- ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ- ૨૦ મિનિટ
માત્રાઃ- ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ-

-૨ કપ પૌંઆ
-૧/૩ કપ કાબુલી ચણા
-૧ કાંદો બારીક સમારેલો
-૧ લીલું મરચું બારીક સમારેલું
-૧ ટામેટું બારીક સમારેલું
-૨ ચમચી લીંબુનો રસ
-૧ ચમચો તેલ
-મીઠું સ્વાદાનુસાર

સજાવટ માટેઃ-

-૨ ચમચા કોથમીર બારીક સમારેલી

રીતઃ-

- કાબુલી ચણાને ધોઇને લગભગ ૬ કલાક પાણીમાં પલાળી રાખવા.
- કાબુલી ચણાને પ્રેશર કુકરમાં બાફીને નિતારીને એકબાજુ મૂકવા.
- એક વાસણમાં તેલને ગરમ કરવું, તેમાં કાંદા અને લીલા મરચાં નાંખવા અને સાંતળવા.
- તેમાં ટામેટા નાંખી ૨ મિનિટ હલાવવું.
- તેમાં કાબુલી ચણા,લીંબુનો રસ અને મીઠું નાંખવું તથા સરખી રીતે મિક્સ કરવું.પછી ગેસ પરથી ઉતારી લેવું.
- પૌંઆને ભીના કરવા તેના પર પાણી છાંટવું . પછી આ ભીના પૌંઆને કાબુલી ચણાના મિશ્રણમાં નાંખવા.
- બઘું બરાબર મિક્સ કરવું અને ઉપરથી કોથમીર નાંખવી.

ગરમ- ગરમ પીરસવા.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.