તંદુરી ગોબી

તંદુરી ગોબી

તૈયારીનો સમયઃ ૨૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૦ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૨ કપ ફ્‌લાવરના ફૂલ અધકચરા બાફેલા
-૧/૨ ચમચી જીરું
-૧ કપ કાંદાની સ્લાઈસ
-૧ કપ કેપ્સીકમની સ્લાઈસ
-૧ ચમચી તેલ
-મીઠું સ્વાદાનુસાર

મિશ્રણ માટે

-૧/૨ કપ દહીં વલોવેલું
-૧ ચમચી ચણાનો લોટ
-૧ ચમચી આદુની પેસ્ટ
-૧ ચમચી લસણની પેસ્ટ
-૧ ચમચી મરચાંની ભૂકી
-૧/૨ ચમચી કસૂરી મેથી (મેથીના સુકવેલા પાન)
-મીઠું સ્વાદાનુસાર

ઉપરથી સજાવવા માટે

-૧ ચમચો કોથમીર બારીક સમારેલી

રીતઃ

- ફ્‌લાવરના ફૂલને દહીંના તૈયાર કરેલા મિશ્રણમાં ૧૫ મિનિટ સુધી રાખી મૂકો.
- એક વાસણમાં તેલને ગરમ કરો અને જીરું ઉમેરો. જીરું તતડી જાય એટલે કાંદા અને કેપ્સીકમ નાંખી સાંતળો.
- દહીંના મિશ્રણ સાથે ફ્‌લાવર એન મીઠું ઉમેરી ૧૦ થી ૧૨ મિનિટ હલાવતાં રહો. પછી ગેસ પરથી નીચે ઉતારો.
- કોથમીર ભભરાવી ગરમ ગરમ પીરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.