બટેટાનું શાક

બટેટાનું શાક


તૈયારીનો સમય- ૧૦ મિનિટ
બનાવવાનો સમય- ૮ મિનિટ
માત્રા- ૨ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૧ ૧/૨ કપ બટેટા (છાલ કાઢીને ચોરસ ટુકડા કરેલા)
-૧/૨ ચમચી રાઇ
-૧/૨ ચમચી જીરું
-૧ ચમચી હંિગ
-૧/૪ ચમચી હળદર
-૧/૨ ચમચી લાલ મરચાની ભૂકી
-૧ નાનું લીલું મરચું બારીક કાપેલું
-૧ ટુકડો આદું
-૧/૨ ટામેટું બારીક કાપેલું
-૧ ચમચો ધાણાજીરાનો પાવડર
-૧ ચમચો સાકર
-૨ ચમચા તેલ
-મીઠુું સ્વાદાનુસાર

ઉપરથી સજાવવા માટે

-૨ ચમચા કોથમીર

રીતઃ

- કાચના બાઉલમાં બટેટા અને મીઠું નાંખીને ઢાંકીને માઇક્રોવેવમાં હાઇ પર ૪ મિનિટ રાખો એટલે તે ચઢી જવા જોઇએ.
- એક કાચના બાઉલમાં તેલ, રાઇ, જીરું, હંિગ, હળદર, લાલ મરચાંની ભૂકી, લીલું મરચું અને આદુ નાંખીને માઇક્રોવેવમાં હાઇ પર ૨ મિનિટ રાખો.
- તેમાં ટામેટાં નાંખીને માઇક્રોવેવમાં હાઇ પર ૧ મિનિટ ૩૦ સેકંડ રાખો.
- તેમાં બટેટા, ધાણા જીરાનો પાવડર, સાકર અને મીઠું નાંખીને સરખી રીતે મિક્સ કરીને માઇક્રોવેવ હાઇ પર ૩૦ સેકંડ રાખો.
- ઉપરથી કોથમીર ભભરાવીને ગરમ ગરમ પીરસો.

ટીપ્સ

જો તમારે બાફેલા બટેટાનું શાક બનાવવું હોય તો રીતમાં ૨ નંબરથી આગળ વધવું.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.