વ્હાઇટ ચૉકલેટ એન્ડ કોકોનટ ક્રન્ચ

વ્હાઇટ ચૉકલેટ એન્ડ કોકોનટ ક્રન્ચ

તૈયારીનો સમયઃ ૮ મિનિટ
બનાવવાનો સમયઃ ૮ મિનિટ
માત્રાઃ ૨ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૧ કપ કોકોનટ કુકીઝ (તોડેલી)
-૫ સ્ટ્રોબેરી (સ્લાઇસોમાં કાપેલી)
-૧૦ દ્રાક્ષ (અડધા ટુકડામાં કાપેલી)

સફેદ ચૉકલેટના ટ્રફલ માટે

-૧/૨ કપ (૭૫ ગ્રામ) સફેદ ચૉકલેટ, બારીક કાપેલી
-૧/૨ કપ તાજું ક્રીમ

સજાવવા માટે

-૨ સ્ટ્રોબેરીના અડધા ટુકડા
-વ્હીપ્ડ ક્રીમ (રેસિપી ગયા વખતે આપેલી હતી)

રીતઃ

- એક પેનમાં ૧/૪ કપ ક્રીમને ગરમ કરવું અને સફેદ ચૉકલેટના ટુકડા તેમાં નાંખવા.
- સુંવાળો સૉસ બને ત્યાં સુધી પકાવવું. ઠંડુ કરી એક તરફ મૂકી રાખવું.

આગળની રીતઃ

- ૧/૪ કપ ક્રીમને ફીણવું અને બાજુમાં મુકી રાખવું.
- વ્હીપ્ડક્રીમ અને સફેદ ચૉકલેટ ટ્રફલને હાથે મિક્સ કરવા અને એક પાઇપંિગ બૅગ કે જેમાં સ્ટાર નૉઝલ લગાડેલું હોય તેમાં ભરવું. બાજુમાં મૂકી રાખવી.
- એક ઊંચા ગ્લાસના તળિયે, સ્ટ્રોબેરીની સ્લાઇસની અડધી માત્રા ગોઠવવી અને તેના ઉપર સફેદ ચૉકલેટની ટ્રફલનો પાતળો થર પાઇપ કરવો.
- તોડેલી કોકોનેટ કુકીઝના ટુકડાની અડધી માત્રા ગોઠવવી અને તેના ઉપર સફેદ ચૉકલેટ ટ્રફલનો બીજો પાતળો થર પાઇપ કરવો.
- દ્રાક્ષની અડધી માત્રા ગોઠવવી અને ગ્લાસની સૌથી ઉપર સફેદ ચૉકલેટ ટ્રફલ ભરી દેવી.
- આ પ્રમાણે બીજો એક વઘુ ગ્લાસ બનાવવો.
- ક્રીમના ગોળાકાર અને સ્ટ્રોબેરીના અડધા ટુકડાથી સજાવવું.

ખૂબ ઠંડા પીરસવા.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.