બૈગન ભર્થા

બૈગન ભર્થા

(રીંગણાનો ઓળો)

માત્રાઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૧ મોટું (૭૫૦ ગ્રામનું) રીંગણું
-૧ ચમચી જીરું
-૧/૨ કપ કાંદા સમારેલા
-૧/૨ ચમચી આદુ વાટેલું
-૧ ચમચી લસણ વાટેલું
-૧ ચમચી લીલા મરચાં વાટેલા
-૧/૨ કપ ટામેટા બારીક સમારેલા
-૧/૨ ચમચી હળદર
-૧ ચમચી ધાણા-જીરાનો પાવડર
-૧/૨ ચમચી ગરમ મસાલો
-મીઠું સ્વાદાનુસાર

ઉપરથી સજાવવા માટે
-૨ ચમચા કોથમીર સમારેલી

રીતઃ

- રીંગણાને ગેસ પર શેકો.
- તેની છાલ કાઢીને તેનો છૂંદો કરીને એકબાજુ મૂકો.
- એક નોન-સ્ટિક પૅનમાં જીરું શેકો. તેની સુગંધ આવે એટલે તેમાં કાંદા નાંખી હલાવો. જો કાંદા બળવા લાગે તો તેમાં થોડું પાણી છાંટો.
- તેમાં આદુ, લસણ અને લીલા મરચાં નાંખી સરખી રીતે મિક્સ કરી હલાવો.
- તેમાં ટામેટા, હળદર, ધાણાજીરુ મિક્સ કરો.
- તેમાં રીંગણાનો છૂંદો, ગરમ મસાલો અને મીઠું નાંખીને સરખી રીતે મિક્સ કરો.

ઉપરથી કોથમીર ભભરાવી ગરમ-ગરમ પીરસો.

ટીપ્સઃ આ તેલ વગરની વાનગી હૃદયરોગના દરદીઓ માટે છે. જરૂર પડે તો તેમાં થોડું પાણી ઉમેરી શકાય.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.