કાબુલી ચણા અને સોયાની ટિક્કી

કાબુલી ચણા અને સોયાની ટિક્કી

માત્રાઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૧/૨ કપ કાબુલી ચણા બાફેલા
-૧/૨ કપ સોયાના ગ્રેન્યુલ્સ
-૧ ચમચો ફુદીનો બારીક સમારેલો
-૧ ચમચી લીલા મરચાં વાટેલા
-૧ ચમચી આદુ વાટેલું
-૧ ચમચી તેલ
-મીઠું સ્વાદાનુસાર

રીતઃ

- સોયાને ગરમ પાણીમાં ૧૦ થી ૧૫ મિનિટ પલાળી રાખો. પછી પાણી કાઢી નાંખો.
- કાબુલી ચણા અને સોયાને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી સુંવાળી પેસ્ટ બનાવો.
- તેમાં લીલા મરચાં, આદુ, ફૂદીનો અને મીઠું નાંખી મિક્સ કરો.
- આ મિશ્રણના ૪ ભાગ કરી તેને ગોળ ટિક્કી જેવો આકાર આપો.
- નોન-સ્ટિક પૅનમાં થોડું તેલ લગાવી ટિક્કીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગની શેકો અને ગરમ ગરમ પીરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.