દાલ તડકા

દાલ તડકા

(તેલ વગરની)

સામગ્રીઃ

-૧ કપ તુવેરની દાળ
-૧/૨ ચમચી રાઇ
-૧/૨ ચમચી ધાણાનો પાવડર
-૧/૨ ચમચી જીરાનો પાવડર
-૧/૨ ચમચી આમચૂરનો પાવડર
-એક ચપટી લાલ મરચાંની ભૂકી
-એક ચપટી હળદર
-૩-૪ લીમડાના પાન
-૧ લાલ મરચાંના ટુકડા
-મીઠું સ્વાદાનુસાર

રીતઃ

- પ્રેશર કુકરમાં દાળ બાફો. પણ પાણી ૧ કપ મૂકી દાળ એકરસ ન થઇ જાય તેનું ઘ્યાન રાખો.
- એક નોન-સ્ટિક કઢાઇને ગરમ કરો. તેમાં રાઇ, ધાણા અને જીરાનો પાવડર નાંખીને શેકો. એટલે તેનો રંગ બદલાઇ જશે.
- તેમાં આમચૂર પાવડર, લાલ મરચાંની ભૂકી, હળદર, લીમડાના પાન અને લાલ મરચાંના ટુકડા નાંખો.
- આ મિશ્રણ શેકાઇને થોડું શ્યામ થઇ જાય પછી દાળ ઉમેરો. ઘ્યાન રાખો કે, માત્ર દાળ જ ઉમેરાય, પાણી નહિ. પાણી જશે તો દાળ પાતળી થઇ જશે.
- દાળ, મીઠું અને મસાલાને સરખી રીતે મિક્સ કરી થોડીવાર પછી ગેસ પરથી ઉતારો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.