ફૅટલૅસ મા કી દાલ

ફૅટલૅસ મા કી દાલ

તૈયારીનો સમયઃ- ૧૫ મિનિટ
બનાવવાનો સમયઃ-૨૦ મિનિટ
માત્રાઃ- ૪ વ્યકિત માટે

સામગ્રીઃ-

-૩/૪ કપ અડદની દાળ
-૧ કપ કાંદા બારીક સમારેલા
-૧ કપ ટામેટા બારીક સમારેલા
-૧/૨ ચમચી હળદર
-૨ ચમચા ધાણાજીરાનો પાઉડર
-૧ ચમચી લાલ મરચાંની ભૂકી
-૩/૪ કપ દહીં (મલાઇ વગરના દૂધનું) વલોવેલું
-મીઠું સ્વાદાનુંસાર

વાટીને પેસ્ટ બનાવવા માટે

-૧ ટુકડો આદુ
-૨ લીલા મરચાં
-૨ થી ૩ કળી લસણ

ઉપરથી સજાવવા માટે

-૨ ચમચા કોથમીર સમારેલી

રીતઃ-

- અડદની દાળને સાફ કરી ૨ થી ૩ કલાક પાણીમાં પલાળી રાખો.
- પ્રેશરકુકરમાં ૧ ૧/૨ કપ પાણી, દાળ અને કાંદા નાંખી બાફો અને એકરસ કરો.
- તેમાં ટામેટા, હળદર, પેસ્ટ, ધાણાજીરાનો પાઉડર, લાલ મરચું અને મીઠું ભેળવીને ૫ થી ૭ મિનિટ એટલે કે દાળ ઘટ્ટ થાય ત્યાં સુઝી રાંધી લો.
- પછી તેમાં દહીં નાંખી બરોબર મિક્સ કરો. ગેસ પરથી ઉતારી લો.

કોથમીર વડે સજાવીને ગરમ- ગરમ પીરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.