ઘઉંની બિકાનેરી ખીચડી

ઘઉંની બિકાનેરી ખીચડી

તૈયારીનો સમયઃ- ૧૫ મિનિટ
બનાવવાનો સમયઃ- ૧૫ મિનિટ
માત્રાઃ- ૪ વ્યકિત માટે

સામગ્રીઃ-

-૧ કપ ઘઉં
-૧/૪ કપ પીળી મગની દાળ
-૧/૪ ચમચી જીરું
-૨ લીલા મરચાં
-૧/૪ ચમચી હંિગ
-૧/૪ ચમચી હળદર
-૧ ચમચી તેલ
-૧ ચમચી ઘી
-મીઠું સ્વાદાનુસાર

રીતઃ-
- ઘઉંને સાફ કરી, ધોઇને આગલી રાત્રે પાણીમાં પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર મૂકો.
- મગની દાળને સાફ કરી ધોઇને ૨ થી ૩ કલાક પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર મૂકો.
- પલાળેલા ઘઉંને મિકસરમાં પીસીને કરકરી પેસ્ટ બનાવો.
- પ્રશર કુકરમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં જીરું, લીલા મરચાં અને હંિગ નાંખો.
- જીરું તતડે એટલે ઘઉંની પેસ્ટ અને મગની દાળ નાંખી ૪ થી ૫ મિનિટ સાંતળો.
-તેમાં હળદર, મીઠું અને ૩ ૧/૨ કપ પાણી નાંખી કુકરની ૬ થી ૭ સીટી એટલે કે ઘઉં રંધાઇ જાય ત્યાંસુધી ગેસ પર રાખો. પછી નીચે ઉતારી લો.

ગરમ- ગરમ પીરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.