વેજીટેબલ બ્રોથ

વેજીટેબલ બ્રોથ
તૈયારીનો સમય : ૧૫ મિનિટ
બનાવવાનો સમય : ૧૦ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે


સામગ્રી :
-   ૨ ચમચા ટામેટા બારીક સમારેલા,   ૨ ચમચા કેપ્સીકમ બારીક સમારેલા,   ૨ ચમચા ફ્લાવર બારીક સમારેલું,   ૨ ચમચા કોબી બારીક સમારેલી,   ૨ ચમચી લસણ બારીક સમારેલું,   ૧ તમાલ પત્ર,   ૨ ચમચા ક્વીક કુકિંગ રોલ્ડ ઓટ્સ,   ૧ ચમચો ફુદીનો બારીક સમારેલો,   ૧ ચમચો કોથમીર બારીક સમારેલી,   ૧/૨ ચમચી મારમાઇટ (ઇચ્છાનુસાર),   ૨ ચમચી કોર્નફ્લોર ૧/૪ કપ પાણીમાં મિક્સ કરેલો૨ ચમચી તેલ,   મીઠું અને મરીનો ભૂકો સ્વાદાનુસાર



રીત :
-   એક વાસણમાં ઉંચા તાપમાને તેલ ગરમ કરી લસણ, તમાલપત્ર, બધા શાક અને ઓટ્સ મિક્સ કરી સાંતળો.
-   તેમાં ૪ કપ પાણી, ફુદીનો, કોથમીર, મારમાઇટ, મીઠું અને મરી નાંખી ઊભરો આવે ત્યાં સુધી ઉકાળો.
-   આ સૂપમાં કોર્નફ્લોરના મિશ્રણને નાંખી ૫ મિનિટ ધીમા તાપે ઉકાળો અને ગેસ પરથી ઉતારો.
-   તેમાંથી તમાલ પત્ર કાઢીને ગરમ-ગરમ પીરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.