હેલ્ધી લેન્ટીલ સૂપ

હેલ્ધી લેન્ટીલ સૂપ
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૨૦ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે



સામગ્રી :
મગનીદાળની પ્યુરી માટે :
-   ૩ ચમચા પીળા મગની દાળ,   ૧/૨ કપ કાંદા બારીક સમારેલા,   ૧/૪ કપ ગાજર બારીક સમારેલા


અન્ય જરૂરી સામગ્રી :
-   ૧/૨ કપ કાંદા બારીક સમારેલા,   ૧/૨ ચમચી લસણ સમારેલું,   ૨ ચમચા રાંધેલા જવ,   ૧ ચમચો મકાઇનો લોટ,   ૨ ચમચા તેલ,   મીઠું અને મરીનો ભૂકો સ્વાદાનુસાર


ઉપરથી સજાવવા માટે :
-   ૧ ચમચો કોથમીર બારીક સમારેલી



રીત :
મગદાળની પ્યુરી માટે :
-   દાળને ધોઇને થોડા કલાક પાણીમાં પલાળો.
-   પછી તેને ગાળીને તેમાં ૩ કપ પાણી, કાંદા અને ગાજર નાંખી પ્રેશર કુકરમાં ૧ થી ૨ સીટી સુધી બાફો.
-   જ્યારે રંધાઇ જાય ત્યારે બ્લેન્ડર ફેરવી એકરસ બનાવો.


આગળની રીત :
-   એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં કાંદા અને લસણ નાંખી ૧ મિનિટ સુધી સાંતળો.
-   તેમાં મગદાળની પ્યુરી નાંખી ૩ થી ૪ મિનિટ ઉકાળો. પછી તેમાં રાંધેલા જવ, મીઠું અને મરી નાંખો.
-   ૧/૨ કપ પાણીમાં કોર્નફ્લોર મિક્સ કરી તે મિશ્રણ સૂપમાં નાંખો.
-   વઘુ ૩ થી ૪ મિનિટ ધીમા તાપે ઉકાળો અને પછી ગેસ પરથી ઉતારો.
-   ગરમ ગરમ પીરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.