રોસ્ટેડ કેપ્સીકમ સૂપ

રોસ્ટેડ કેપ્સીકમ સૂપ
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૨૦ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે


સામગ્રી :
-   ૨ મોટા લાલ/લીલા ભોલર મરચાં (કેપ્સીકમ),   ૪ મઘ્યમ કદના ટમેટા,   ૨ તમાલપત્ર ,   ૧ લસણની કળી,   ૧/૨ કપ મલાઇ વગરનું દૂધ,   ૧ ચમચો કોર્નફ્લોર (મકાઇનો લોટ),   મીઠું સ્વાદાનુસાર


સજાવવા માટે :
-   ૧ ચમચો કોથમીર સમારેલી



રીત :
-   એક ફોક પર કેપ્સીકમ મૂકી, ગેસની આંચ પર તે કાળા થાય ત્યાં સુધી શેકી લો.
-   મરચાં ઠંડા પડ્યા પછી તેની છાલ, દાંડી અને બી કાઢી બાજુ પર મૂકો.
-   ટામેટાંના ચાર ટુકડા કરો તેમાં ૩ કપ પાણી, તમાલપત્ર અને લસણ નાંખી ઉકાળો. ટામેટા નરમ થતાં જ ગેસ પરથી ઉતારો અને તમાલપત્ર નાંખો.
-   હવે ટામેટા અને મરચાંને મિક્સરમાં મિક્સ કરી નરમ પેસ્ટ બનાવો.
-   દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી તેને તૈયાર કરેલી પેસ્ટ સાથે મિક્સ કરો.
-   તેમાં મીઠું મેળવી ધીમા તાપે મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.
-   કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.