મૂંગ સૂપ વીથ પનીર
તૈયારીનો સમય : ૫ મિનિટ
બનાવવાનો સમય : ૨૫ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે
સામગ્રી :
- ૧/૨ કપ આખા મગ, ૨ ચમચા ખમણેલું લૉ ફેટ પનીર, ૧ ચમચી જીરું, ૧/૨ ચમચી રાઇ, ૧/૪ ચમચી હિંગ, ૧/૨ ચમચી લીલા મરચાં સમારેલાં, ૪ થી ૫ મીઠા લીમડાના પાન, ૧ ચમચી લીંબુનો રસ, ૨ ચમચી તેલ, મીઠું સ્વાદાનુસાર
સજાવવા માટે :
- ૨ ચમચા કોથમીર સમારેલી
રીત :
- મગને ધોઇને થોડા કલાક પાણીમાં પલાળી રાખવા અને પછી પાણી કાઢી લેવું. તેમાં ૩ કપ પાણી નાંખી પ્રેશરકુકરમાં મગ બાફો.
- એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં જીરુ અને રાઇ નાંખો. રાઇ-જીરુ તતડે એટલે તેમાં હિંગ, લીલા મરચાં અને લીમડો નાંખી સાંતળો.
- તેમાં મગ, લીંબુનો રસ, પનીર, મીઠું અને ૧ કપ પાણી નાંખી ધીમા તાપે ૪ થી ૫ મિનિટ ઉકાળો. કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.