મનચાંઉ સુપ

મનચાંઉ સુપ
તૈયારીનો સમય : ૧૫ મિનિટ
બનાવવાનો સમય : ૧૦ મિનિટ
માત્રા : ૬ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૧ ચમચો ફુદીનાના પાન બારીક સમારેલા,   ૧ ચમચો કોથમીર બારીક સમારેલી,   ૨ ચમચી લસણ વાટેલું,   ૨ ચમચી આદું વાટેલું,   ૨ ચમચા ટામેટા બારીક સમારેલા,   ૨ ચમચા કેપ્સિકમ બારીક સમારેલા,   ૨ ચમચા ફ્લાવર બારીક સમારેલું,   ૨ ચમચા ગાજર બારીક સમારેલા,   ૨ ચમચા કોબી બારીક સમારેલી,   ૧ ચમચો કુકિંગ ઑટ,   ૧/૨ ચમચી મરીનો પાવડર,   ૧ લીલું મરચું બારીક સમારેલું (ઇચ્છાનુસાર),   ૧ ચમચી તેલ,   મીઠું સ્વાદાનુસાર


ટોપીંગ માટે  :
-   ૨ ચમચા કોથમીર બારીક સમારેલી



રીત :
-   એક વાસણમાં તેલ ગરમ કરો.
-   તેમાં ફુદીનાના પાન, કોથમીર, લસણ, આદુ, શાકભાજી અને મીઠું નાંખીને ઉંચા તાપે ૨ થી ૩ મિનિટ હલાવો.
-   તેમાં ૪ કપ ગરમ પાણી, ઑટ, મીઠું અને મરી નાંખીને ઉકાળો.
-   ઉપરથી કોથમીર ભભરાવી ગરમગરમ પીરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.