ઓરિએન્ટલ સલાડ
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૨ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે
સામગ્રી :
- ૧/૨ કપ લીલા કાંદા સમારેલા, ૧/૨ કપ બેબી કોર્ન અધકચરી બાફેલી, ૩/૪ કપ ફણગાવેલા કઠોળ (મગ, મઠ વગેરે), ૧/૨ કપ કેપ્સિકમની સ્લાઇસ, ૧/૨ કપ કાકડીના ચોરસ ટુકડા
ડ્રેસિંગ માટે :
- ૧ ચમચી ઓલિવ ઓઇલ, ૩ કળી લસણ બારીક સમારેલું, ૨ ચમચી લીંબુનો રસ, ૧ ચમચો તુલસીના પાન બારીક સમારેલા, ૧ સેચેટ સાકર સબ્સ્ટીટ્યૂટ, મીઠું અને મરી સ્વાદાનુસાર
રીત :
ડ્રેસીંગ માટે :
- એક વાસણમાં તેલ ગરમ કરી લસણ સાંતળો.
- તેમાં તુલસીના પાન નાંખી મિક્સ કરી ઠંડુ પડવા દો.
- તેમાં લીંબુનો રસ, સાકર સબ્સ્ટીટ્યુટ, મીઠું અને મરી મિક્સ કરો.
આગળની રીત :
- બધી જ સામગ્રીને એક બાઉલમાં મિક્સ કરો અને રેફ્રિજરેટરમાં મૂકો.
- પીરસતાં પૂર્વે ડ્રેસીંગ ઉમેરીને સરખી રીતે મિક્સ કરો.
- તરત જ પીરસો.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.