ડાયેટર્સ પિત્ઝા
તૈયારીનો સમય : ૩૦ મિનિટ
બનાવવાનો સમય : ૪૫ મિનિટ
માત્રા : ૨ પિત્ઝા બનશે
બેકિંગ સમય : ૨૦ મિનિટ
બેકિંગ ટેમ્પરેચર : ૨૦૦૦ સે. (૪૦૦૦ ફે.)
સામગ્રી :
પિત્ઝાના રોટલા માટે :
- ૨ કપ ઘઊંનો લોટ, ૨ ચમચી (૧૦ ગ્રામ) તાજી યીસ્ટનો ભૂકો, એક ચપટી સાકર, ૧ ચમચી મીઠું
ટૉમેટૉ સૉસ માટે :
- ૪ મોટા ટામેટા, ૧ નાનો કાંદો, ૧ ચમચી લસણ વાટેલું, ૧/૨ ચમચી લાલ મરચાની ભૂકી અથવા ડ્રાઇ ઑરેગાનો, ૧ ચમચી તેલ, મીઠું સ્વાદાનુસાર
ચીઝના ટોપિંગ માટે :
- ૧/૨ કપ પનીર (લૉ-ફેટ મળે તો લેવું), ૨ ચમચા દૂધ, ૧/૨ ચમચી ફ્રેંચ સ્ટાઇલની રાઇ
અન્ય સામગ્રી :
- ૧/૨ કપ કાંદાની સ્લાઇસ, ૧ ટામૅટાની સ્લાઇસ, ૧૦ થી ૧૨ તુલસીના પાન, ૧ ચમચી તેલ ચીકાશ માટે
રીત :
પિત્ઝાના રોટલા માટે :
- બધી જ સામગ્રીને એક વાસણમાં ભેગી કરી જરૂરી પાણી ઉમેરીને લોટ બાંધો.
- લોટ પર ભીનું સુતરાઉ કાપડ પાથરી રાખો. લગભગ ૧૫ થી ૨૦ મિનિટમાં તે ફુલીને બમણો થઇ જશે.
- લોટમાંથી હવા દૂર કરવા તેને કુણવો.
- લોટના ૨ ભાગ કરી તેના જાડા રોટલા વણીને બેકિંગ ટ્રે પર ચીકાશ લગાડી રોટલો મૂકો.
ટામૅટાના સૉસ માટે :
- ટામૅટાને ગરમ પાણીમાં થોડીવાર રાખો.
- તેની છાલ અને બી કાઢીને તેનો પ્લ્પ તૈયાર કરો.
- એક વાસણમાં તેલ ગરમ કરી કાંદા અને લસણ નાંખી થોડી મિનિટ સાંતળો.
- તેમાં ટામૅટાનો પલ્પ નાંખી ૧૦ થી ૧૫ મિનિટ હલાવતાં રહો જેથી જાડો સૉસ તૈયાર થાય.
- તેમાં મીઠું નાંખી થોડી મિનિટ હલાવો.
- પછી મરચાંની ભૂકી નાંખીને સરખી રીતે મિક્સ કરો અને એકબાજુ મૂકો.
ચીઝના ટોપીંગ માટે :
- પનીર, દૂધ અને રાઇમાં લિકવિડાઇઝર ફેરવી સુંવાળી પેસ્ટ બનાવો.
આગળની રીત :
- પિત્ઝાના રોટલા પર અડધો ટામૅટો સૉસ પાથરો. તેની ઉપર ચીઝના ટોપિંગનું મિશ્રણ પાથરો.
- તેના પર કાંદા અને ટામૅટાની સ્લાઇસ તથા તુલસીના પાન મૂકો.
- પહેલેથી ગરમ કરી રાખેલા ઑવનમાં ૨૦૦૦ સે. (૪૦૦૦ ફે.) પર ૧૦ થી ૧૫ મિનિટ અથવા તેનો નીચેનો ભાગ બ્રાઉન થઇ જાય ત્યાં સુધી બૅક કરો.
- બીજો પિત્ઝા પણ આ રીતે બનાવો.
- પિત્ઝાના ૪ ભાગ કરી ગરમાગરમ પીરસો.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.