ક્વિક સોયા ઢોસા

ક્વિક સોયા ઢોસા
તૈયારીનો સમય : ૫ મિનિટ
બનાવવાનો સમય : ૧૦ મિનિટ
આથવા માટેનો સમય : ૩૦ મિનિટ
માત્રા : ૪ ઢોસા બનશે.



સામગ્રી :
-   ૩/૪ કપ ચોખાનો લોટ,   ૧/૪ અડદની દાળનો લોટ,   ૧/૪ કપ સોયાનો લોટ,   ૧ ચમચી ફ્રૂટ સોલ્ટ,   મીઠું સ્વાદાનુસાર


અન્ય સામગ્રી :
-   ૧ ચમચી તેલ



રીત :
-   ચોખાનો લોટ, અડદની દાળનો લોટ, સોયાનો લોટ, મીઠું અને ૧ કપ મીઠું નાંખીને જાડું ખીરું બનાવો.
-   ૩૦ મિનિટ સુધી રહેવા દો.
-   ઢોસા બનાવતાં પૂર્વે ખીરામાં ફ્રૂટ સોલ્ટ નાંખો અને સરખી રીતે મિક્સ કરો.
-   એક નોન-સ્ટીક પેનને તેલ લગાડીને ચીકણો કરો. અને ખીરું પાથરીને ઢોસા બનાવો.
-   બાકીના ખીરામાંથી પણ આ જ રીતે ઢોસા બનાવો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.