ગાર્લિક વેજીટેબલ સુપ

ગાર્લિક વેજીટેબલ સુપ
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૧૫ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૧ કપ મિકસ્ડ (ગાજર, ફણસી, ફલાવર,વટાણા, બેબીકોર્ન) બારીક સમારેલા,   ૧/૪ કપ કાંદા બારીક સમારેલા,   ૨ ચમચી લસણ બારીક સમારેલું,   ૨ ચમચા ક્વીક કુકિંગ રોલ્ડ ઓટ્સ (બજારમાં મળે છે),   ૧ ચમચી તેલ,   મીઠું અને મરી સ્વાદાનુસાર


સજાવટ માટે :
-   ૨ ચમચા કોથમીર સમારેલી



રીત :
-   એક વાસણમાં તેલ ગરમ કરો, તેમાં કાંદા અને લસણ નાંખો અને સાંતળો.
-   તેમાં શાકભાજી ઉમેરો અને થોડી મિનિટ સાંતળો.
-   તેમાં ૨ કપ પાણી અને મીઠું-મરી સ્વાદાનુસાર નાંખો અને તેને ઉકાળો જેથી શાકભાજી થોડા ચડી જાય.
-   તેમાં ઓટ્સ ઉમેરો અને બીજી ૫ મિનિટ ઉકાળો. ઉપરથી કોથમીર નાંખી ગરમ ગરમ પીરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.