સ્વીટ કોર્ન અને સ્પ્રીંગ ઓનિયન સૂપ
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૧૫ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે
સામગ્રી :
- ૨ લીલા કાંદા બારીક સમારેલા (લીલો અને સફેદ ભાગ અલગ રાખવો), ૧ કપ મીઠી મકાઇ (અમેરિકન) ના દાણા, ૨ કળી લસણ વાટેલું, ૧ ચમચી તેલ, મીઠું સ્વાદાનુસાર
રીત :
- મકાઇના દાણામાં ૧ કપ પાણી નાંખીને બ્લેન્ડ કરીને પ્યુરે બનાવો.
- એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં કાંદાનો સફેદ ભાગ નાંખી ૨ થી ૩ મિનિટ સાંતળો.
- તેમાં લસણ અને મકાઇનો પ્યુરે નાંખીને ૫ થી ૭ મિનિટ ઉકાળો જેથી પ્યુરે ચડી જાય.
- ૨ ૧/૨ કપ પાણી નાંખીને ઉકાળો.
- કાંદાનો લીલો ભાગ નાંખી ૨ થી ૩ મિનિટ હલાવો.
- મીઠું અને મરી નાંખી ગરમ ગરમ પીરસો.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.