Showing posts with label વિવિધ શાક. Show all posts
Showing posts with label વિવિધ શાક. Show all posts

લસણીયા બટેકા

સામગ્રી - પ૦૦ ગ્રામ બટેકા (નાની સાઇઝના),
પ૦ ગ્રામ લસણ, આદુનો ટુકડો,
૨-૩ લીલા મરચા, અડધી ચમચી રાઇ,
એક ચમચી જીરૂ, ચપટી હીંગ,
અડધી ચમચી હળદર,
એક ચમચી ધાણા પાવડર,
એક ચમચી લાલ મરચાનો પાવડર,
પ૦ ગ્રામ શેકેલી મગફળીનો ભૂકો,
એક ચમચી તલ, મીઠું, તેલ,
લાલ સુકા મરચા, તમાલપત્ર, કોથમીર.
રીત - બટકાને બાફીને છાલ ઉતારી નાખો. લસણ અને આદુની પેસ્‍ટ બનાવો. તપેલામાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરૂ નાખો. જીરૂ તતડી જાય બાદ તેમાં હીંગ, લાલ સુકા મરચા, તમાલપત્ર, ધાણા પાવડર અને આદુ-લસણની પેસ્‍ટ નાખી હલાવો. ત્‍યાર બાદ તેમાં મગફળીનો ભૂકો, તલ, લાલ મરચા પાવડર, મીઠું તથા હળદર નાખી બરોબર મિક્સ કરો. તેમાં બારીક સમારેલા લીલા મરચા અને બાફેલા બટાકા અને એક કપ પાણી નાખી હલાવો. લગભગ ૩-૪ મિનિટ રાખી તાપ પરથી ઉતારી લો. ઉપરથી કોથમીર નાખી સર્વ કરો.

ભરેલા ગટ્ટા

સામગ્રી :
બેસન : ૨૫૦ ગ્રામ,
કાજુ : ૬,
દહીં : ૨૫૦ ગ્રામ,
ધાણાજીરું : ૨ ચમચી,
લીલું મરચું : ૧ ચમચો,
જીરું : ૧ ચમચી,
મીઠું : પ્રમાણસર,
માવો : ૨૫૦ ગ્રામ,
કિસમિસ : ૧૦,
લાલ મરચાં : ૪ ચમચી,
હળદર : ૧ ચમચી,
હીંગ : ૧/૨ ચમચી,ઘી,
કોથમીર.
રીત :
બેસનમાં મીઠું અને ૧ ચમચી લાલ મરચું નાખી ઘીનું મોણ એટલું નાખવું કે લોટ હાથમાં લેતાં તેનો લાડુ બાંધી શકાય. હવે તેમાં થોડું પાણી નાખી લોટ બાંધવો. માવાને હલકો ગુલાબી શેકવો. લોટના ગોળ ગોળ નાના લુઆ બનાવવા. દરેક લુઆમાં ૧ કાજુનો ટુકડો, ૧ કિસમિસ, ૧ ચમચી માવો ભરવો. પછી લુઓ બંધ કરવો આમ બધા લુઆ તૈયાર કરી તળી લેવા. દહીંને વલોવી તેમાં લાલ મરચાં, હળદર, ધાણાજીરું, મીઠું નાખવું. એક વાસણમાં ૪ ચમચા ઘી ગરમ કરી તેમાં હીંગ અને જીરાનો વઘાર કરી તેમાં દહીં નાખવું, પછી દહીં ઊકળે ત્યાં સુધી એકસરખું હલાવતા રહેવું. જ્યારે દહીં અને ઘી છૂટા પડે ત્યારે એમાં તળેલા ગટ્ટા, વધેલાં કાજુ, કિસમિસ, અને માવો નાખવા. થોડીવાર ઊકળવા દેવું. ગટ્ટા તૂટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. નીચે ઉતારી તેમાં ઝીણું સમોરેલું લીલું મરચું અને ઝીણી સમારેલી કોથમીર નાખી પાંચ મિનિટ ઢાંકીને રહેવા દેવું. પીરસતી વખતે ગમે તો થોડું ક્રીમ નાખીને પણ પીરસી શકાય છે.

ઈન્‍સ્‍ટન્‍ટ રાજમા

સામગ્રી :
૨ વાટકી બાફેલાં રાજમા,
૧/૨ કપ ટામેટાંની પ્‍યૂરી,
૨ ચમચી મલાઈ ફીણેલી,
૧/૨ કપ દૂધ,
૧/૨ ચમચી આદુંલસણની પેસ્‍ટ,
૧/૨ – ૧/૨ ચમચી હળદર,
લાલ મરચું અને જીરું,
૨ ચમચી માખણ,
મીઠું અને ગરમ મસાલો સ્‍વાદ મુજબ.
રીત :
કઢાઈમાં માખણ ઓગાળી જીરું નાખો. ટામેટાંની પ્‍યૂરી, મલાઈ, દૂધ, મસાલા અને મીઠું મિક્સ કરો. હવે રાજમા નાખો. જરૂર મુજબ પાણી નાખો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી દો અને માઈક્રોવેવ બાઉલમાં ત્રણ મિનિટ સુધી રાખો.

પાકી કેરીનું શાક

સામગ્રીઃ
૫૦૦ ગ્રા. પાકી કેરી,
૫૦૦ગ્રા. ગોળ, શેકેલી મેથી,
આખાં મરચાં,મીઠું,
તેલ, મરચું, હિંગ.
રીતઃ એક મોટો ચમચો તેલ મૂકી તેમાં આખાં મરચાં, હિંગ અને ગોળ નાખી ચમચાથી હલાવ્‍યા કરો.ગોળ એકરસ થઈ જાય એટલે તેમાં કેરી છોલી, ટુકડા કરીને નાખો.ટુકડા નાખ્‍યા પછી તેમાં ઉપર મીઠું, મરચું નાખીને નીચે ઉતારી, શેકેથી મેથી ખાંડીને નાંખી, એકરસ કરો.
પોષકતાઃ આમાં ૨૭૦૦ કેલરી છે. ફળના એસિડોની આંતરડાની ગતિ ઉપર ઉત્તેજક અસર થાય છે. દસ્‍ત સાફ આવે છે. રોગ સામે વિટામિનોને લીધે પ્રતિકારકશકિત પેદા થાય છે. ફળોનાં ખનીજદ્રવ્‍યોથી મજબૂત દાંતઅને હાડકાં બંધાય છે.