Showing posts with label ગુજરાતી ચસ્કો. Show all posts
Showing posts with label ગુજરાતી ચસ્કો. Show all posts

મગજના-લાડુ

જરૂરી સામગ્રી :
(૧) ચણાનો-કરકરો લોટ : ૬૦૦ ગ્રામ (૨) ઘી : ૫૦૦ ગ્રામ (૩) બૂરું ખાંડ : ૬૦૦ ગ્રામ (૪) એલચી (૫) બદામ (૬) ચારોળી (૭) દૂધ.
બનાવવાની રીત :
૧.ચણાના લોટને દૂધ-ઘીનો ધાબો દો. કલાક પછી તે ચાળી લો. ઘીમાં
તેને શેકો.
૨.ઠંડુ પડે બુરુ-ખાંડ અને એલચીનો ભૂકો નાખો. થાળીમાં ઘી લગાવી તે
પાથરી દો. ઠરે એટલે થોડું ઘી રેડો.
૩.તેના ઉપર બદામ-ચારોળીની કાતરી ભભરાવો. ઠરે તેનાં ચકતાં કરો.
પોષકતા :આ મિષ્‍ટાનમાં ચણા ભળેલ છે, જેને આયુર્વેદિક ગ્રંથોમાં બળ અને પુષ્ટિ આપનાર તથા કાંતિ અને વર્ણ સુધારનાર ગણ્યા છે.

ફાફડા-ગાંઠિયા

ફાફડા ગાંઠિયા
જરૂરી સામગ્રી :
(૧) ચણા-લોટ : ૫૦૦ ગ્રામ (૨) તેલ : ૫૦૦
ગ્રામ (૩) મરીનો ભૂકો : ૧ ચમચો (૪) અજમો : ૧ ચમચો (૫) હિંગ (૬) મીઠું.
બનાવવાની રીત :
૧.ચણાના લોટમાં અજમો, મરી, હિંગ ને તેલનું મોણ નાખો. પાણીમાં ખારો, મીઠું નાખી કઠણ લોટ બાંધો. જરા પાણી નાખીને મસળો.
૨.બાંધેલ લોટના લૂઆ કરી હાથથી પાતળા ગાંઠિયા વણો. ધારીવાળી છરી વડે ઉખેડી ગરમ તેલમાં તળી લો.
૩.છેલ્લે ગાંઠિયા પર વાટેલ મરી-હિંગ ભભરાવો.
પોષકતા :
૧૧,૫૦૦ જેવી મબલખ કેલરી ધરાવતી આ વાનગી છે. ચણાના પૌષ્ટિક ગુણો જાણીતા છે.
સેવ, ભજિયાની જેમ ફાફડા, ગાંઠિયા સર્વ કોઈને પ્રિય છે.

જલેબી

જલેબી
જરૂરી સામગ્રી :
(૧) મેંદો : ૫૦૦ ગ્રામ (૨) ચણાનો લોટ : ૧૦૦ ગ્રામ (૩) ખાંડ : ૧ કિલો (૪) યીસ્ટ.
બનાવવાની રીત :
૧.મેંદામાં ચણાનો લોટ નાખી તેમાં પા ચમચી યીસ્ટ નાખી ગરમ?પાણીથી ગાર બનાવી,
બે દિવસ મૂકી રાખો. જો તૈયાર બોળો મળી રહે તો પા કપ બોળો નાખી, એક દિવસ મૂકી રાખો.
૨.પછી ખાંડની ચાસણી ગુલાબજાંબુની ચાસણી કરતાં વધારે ઘટ્ટ બનાવો.
૩.બેઠા આકારનું વાસણ લઈ તેમાં તળવા માટે ઘી મૂકો.
૪.કોઈપણ વાસણમાં, વાટકામાં અથવા ડબામાં કાણું પાડી તેનાથી જલેબી પાડવી. તળાઈ રહ્યા પછી ચાસણીમાં બોળી અને કાઢી લો.
પોષકતા :
૬૪૦ કેલરી વ્યક્તિ દીઠ મળે છે. ગમે તે ઋતુમાં અને ગમે તે પ્રસંગમાં બનાવાતી એવરગ્રીન જેવી જલેબી શર્કરા અને પ્રોટીનનું સમતુલન ધરાવે છે.

મેથીના-થેપલા

સામગ્રી :
મેથીની ભાજી (બારીક સમારેલી )-૧ ઝૂડી
લીલાં મરચાં-૨ નંગ
તલ -૧ ચમચી
હળદર -પા ચમચી
બાજરીનો લોટ -૨૫૦ ગ્રામ
મીઠું -સ્વાદ મુજબ
દહીં -જરૂર મુજબ
રીત :
મેથીની ભાજીનાં પાનને બારીક સમારી પાણીમાં સારી રીતે ધોઇ,નિતારીને કાઢી લો.પછી તેમાં લીલાં મરચાંની પેસ્ટ,તલ,હળદર,મીઠું ઉમેરીને મસળો જેથી મેથીનાં પાન એકદમ કુમળાં થઇ જશે.
હવે બાજરીના લોટમાં દહીં ભેળવી જરૂર પૂરતું પાણી ઉમેરી કણક બાંધો. તેના પોચા હાથે લૂઆ બનાવી થેપલાં વણો. લોઢી ગરમ કરી બંને બાજુએ સહેજ તેલ મૂકી આછા બ્રાઉન રંગનાં શેકી લો.

રીંગણ -ઓળો

સામગ્રી :
1 રીંગણ,
1 ટામેટું,
4 કળી લસણ,
2 લાલ મરચા,
જીરુ, રાઈ,
1 ડુંગળી,
તેલ અથવા ઘી,
મીઠુ સ્વાદાનુસાર,
સજાવવા માટે લીલા ધાણા.

રીત: રીંગણ ભટ્ટામાં લસણની કળીઓ નાખીને ગેસ અથવા ભઠ્ઠીમાં શેકો, રીંગણા શેકાઈ ગયા પછી તેના છોતરા ઉતારીને તેને સારી રીતે સાફ કરો, ડુંગળી અને લસણના નાનાં ટુકડા કરો, હવે કડાઈમાં થોડુ તેલ નાખી ગરમ કરો, તેમાં રાઈ તથા લાલ મરચા અને જીરુ શેકી લો. ત્યારબાદ તેમાં ટામેટા, લસણ અને ડુંગળી નાખીને તેમાં મીઠુ નાખી ગુલાબી થાય ત્યાં સુધી તેને શેકાવવા દો. મસળેલા રીંગણા અને ટામેટા નાખીને થોડીવાર શેકો. હવે તેને કોથમીર ભભરાવીને પીરસો.

મેથી ના ઢેબરા

સામગ્રી :

મેથીની ભાજી (બારીક સમારેલી )-૧ ઝૂડી
લીલાં મરચાં-૨ નંગ
તલ -૧ ચમચી
હળદર -પા ચમચી
બાજરીનો લોટ -૨૫૦ ગ્રામ
મીઠું -સ્વાદ મુજબ
દહીં -જરૂર મુજબ

રીત :

મેથીની ભાજીનાં પાનને બારીક સમારી પાણીમાં સારી રીતે ધોઇ,નિતારીને કાઢી લો.
પછી તેમાં લીલાં મરચાંની પેસ્ટ,તલ,હળદર,મીઠું ઉમેરીને મસળો જેથી મેથીનાં પાન એકદમ કુમળાં થઇ જશે.
હવે બાજરીના લોટમાં દહીં ભેળવી જરૂર પૂરતું પાણી ઉમેરી કણક બાંધો.
તેના પોચા હાથે લૂઆ બનાવી થેપલાં વણો.
લોઢી ગરમ કરી બંને બાજુએ સહેજ તેલ મૂકી આછા બ્રાઉન રંગનાં શેકી લો.

દાળ ઢોકળી

સામગ્રી:

એક વાટકી તુવેરની દાળ
100 ગ્રામ ગોળ
પાંચથી છ કોકમ
અડધી ચમચી હળદર
અડધી ચમચી લાલ મરચું
એક ચમચી સિંગદાણા
4 ચમચી તેલ
વઘાર માટે બે-ત્રણ લવિંગ,તજ
અડધી ચમચી રાઈ
હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું.




ઢોકળી માટે:

ઘઉંનો લોટ એક વાટકી,
પા ચમચી હળદર,
મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે.
બે ચમચી તેલ મોણ માટે.

રીત :


સૌ પ્રથમ તુવેરની દાળને બાફી એમાં સંચો ફેરવી એકરસ કરવી.એમાં છ કપ ગરમ પાણી નાખવું.
હવે ગોળ, કોકમ, હળદર, મરચું, મીઠું અને સિંગદાણા નાખીને ઊકળવા દો.
બે ચમચા તેલ વઘાર માટે મૂકી એમાં તજ, લવિંગ, રાઈ અને હિંગ નાખી વઘાર થાય એટલે દાળમાં નાખવો.
એક વાટકી લોટમાં મીઠું, તેલ, હળદર, મરચું નાખી થેપલા જેવો લોટ બાંધવો.
એના એક સરખા લૂઆ કરી પાતળી રોટલી વણી એને છરી વડે નાના ચોરસ ટુકડા કરી દાળમાં નાખવા.
ઢોકળી નાખ્યા બાદ દસ મિનિટ ઊકળવા દેવું. પીરસતી વખતે એક ચમચી ઘી નાખવું અને કોથમીર ભભરાવવી.
નોંધ : દાળઢોકળીમાં કચોરી અથવા શાક પણ બાફીને ઉમેરી શકાય.

પુરણ પોળી

સામગ્રી :


(ચાર વ્યક્તિઓ માટે)
200 ગ્રામ ચણાની દાળ,
300 ગ્રામ ખાંડ,
300 ગ્રામ ચોખ્ખુ ઘી,
6-7 ઇલાયચીના દાણા,
2 જાયફળ,
8-10 વાળા કેશર,
300 ગ્રામ લોટ (મેંદાની ચાળણીથી ચાળેલ).


રીત :

ચણાની દાળને બાફી લો. હવે તે ઠંડી થાય એટલે તેને એક મોટી ચાળણીમાં કાઢીને બધું પાણે નિતારી લો.
જ્યારે તે ઠંડી થઈ જાય એટલે તેમાં 300 ગ્રામ લઈને તેને ખાંડને દળી લો.
હવે તેને પીસેલી દાળની અંદર મિક્સ કરી લો. હવે તેને ગેસ પર મુકીને ચડવા દો.
જ્યારે પુરણ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેને નીચે ઉતારી લો.
ત્યાર બાદ તેમાં જાયફળ, ઇલાયચી, કેશર નાંખીને 8 થી 10 ગોળીઓ બનાવી લો.
પૂરણ પુરી બનાવવા માટે :
એક થાળીમાં મેંદાની ચાળણીથી લોટ ચાળો. તેમાં ઘી નાંખીને તેનો લોટ બાંધી લો.
તેના નાના નાના લુઆ બનાવી એક એક લુઆની અંદર પૂરણની ગોળીઓ ભરી દો.
હવે તેની રોટલી બનાવી લો. ત્યાર બાદ તેને તવા પર ઘી લગાવીને બંન્ને બાજુ ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકો. હવે આ પૂરણ પુરી પર ઘી લગાવીને તેને ગરમ ગરમ પીરસો
.

અળવી નાં પાતરા

સામગ્રીઃ ૪૦૦ ગ્રા. અળવી પાન,
૪૦૦ગ્રા. ચણાનો લોટ,
૭૫ગ્રા. ઘઉંનો લોટ,
આદું, તલ, મીઠું,મરચું,
કોપરાનું છીણ,ધાણાજીરું,
તેલ,કોથમીર,આમલી,
હળદર,હિંગ,ગોળ.
બનાવવાની રીત(૫ વ્‍યકિત):
૧.ભૂરી દાંડીના પાનની નસો કાઢી, ધોઈ, કોરા કરો.
૨.ચણાના લોટમાં ઘઉંનો લોટ ભેળવી તેમાં ધાણા – જીરું, હળદર, મીઠું, મરચું, તલ ,ગોળ, આમલીનોરસ, આદું – મરચાંથી જાડું ખીરું બનાવો.
૩.પાટલા ઉપર લીસો ભાગ નીચે રહે તેમ પાન ગોઠવી, તેના ઉપર ખીરું લગાવો. પછી તેના ઉપર બીજું પાન ગોઠવી ખીરું લગાવો. તેના ઉપર ત્રીજું પાન ગોઠવી ખીરું લગાવો. આમ ચાર – પાંચ પડ કરી વીંટો વાળો. તેના ઉપર દોરી વીંટો. આમ ત્રણ – ચાર વીંટા કરો.
૪.આ વીંટાને વરાળથી બાફો, વીંટા બરાબર બફાયા પછી કાઢી લો. ઠંડા પડે, નાનાં – નાનાં પતીકાં કરો. તેને તેલમાં તળો કે વઘારો.
૫.તૈયાર થયે ચટણી કે સોસ સાથે ઉપયોગ કરો.
પોષકતાઃ ૨૫૦૦ કેલરીની આ વાનગી છે. વ્‍યકિત દીઠ ૫૦૦ કેલરી મળે છે. લીલોતરી શાકપાનમાં સેલ્‍યુલોઝ વધુ હોય છે. તેનો અવશેષ આંતરડામાં ભારની ગરજ સારતો હોઈ આંતરડાનું હલન – ચલન ઉશ્‍કરે છે; પરિણામે જાળ ધકેલાઈ દસ્‍ત સાફ આવે છે.

ખાંડવી

૪ થી ૬ વ્યકિત માટે
લો પાવર લેવલ = ૦૦ - ૪૦ %
મઘ્યમ પાવર લેવલ = ૪૦ - ૯૦ %
માઇક્રો = ૧૦૦ %
સામગ્રી : ૧ કપ ચણાનો લોટ,
૩ કપ ખાટી છાસ,
મીઠુ સ્વાદ મુજબ,
૧ ચમચી લાલ મરચું,
૧ ચમચી ધાણાજીરુ,
અડધી ચમચી હળદર,
૨ થી ૩ લીલાં મરચા,
વઘાર માટે તેલ, રાઇ,
કોથમીર, સફેદ તલ.
રીત : સૌ પ્રથમ તેલ લગાડેલાં એક બાઉલમાં ચણાનો લોટ, છાસ, મીઠું, મરચું, ધાણાજીરુ, હળદર આ બધુ જ નાખીને એકસરખુ હલાવી ૧૫ મિનિટ માટે માઇક્રો કરો કરો. વરચે બે વખત હલાવો. હવે એક તેલ લગાડેલી ડીશમાં ગરમ ગરમ જ પાથરી દો. થોડીવાર ઠંડુ પડે પછી તેની લાંબી પટ્ટી કાપી ગોળ રોલ વાળો અને સમારી લો. હવે એક બાઉલમાં વઘાર માટે તેલ લઇ તેને ૩ મિનિટ માટે માઇક્રો કરી તેમાં રાઇ અને તલ નાખી તૈયાર થયેલી ખાંડવી પર છાંટી દો. ઉપર કોથમીર થી સજાવટ કરો.

ફરસી ચણાદાળ

સામગ્રી :
૨૦૦ ગ્રામ ચણાનીદાળ,
૧ મોટું બાફેલું બટાકું,
૫૦ ગ્રામ પનીર,
૨ મોટાં બારીક સમારેલાં લીલાં મરચાં,
થોડી બારીક સમારેલી કોથમીર,
૧ બારીક સમારેલી ડુંગળી,
૧/૨ ચમચી સંચળ,
૧/૨ ચમચી મીઠું,
૧/૨ ચમચી મરી,
૧/૨ ચમચી મરચું,
૧/૨ ચમચી શેકેલું જીરું,
૧/૨ નાની ચમચી ચાટમસાલો,
૧ લીંબુ, ૨ મોટા ચમચા આમલીનું પાણી,
૨ મોટા ચમચા લીલા ફુદીનાની ચટણી.
રીત :
ચણાની દાળને ધોઈને આખી રાત પલાળી રાખો. બીજા દિવસે સવારે દાળ ફૂલી જાય એટલે તેને ભીના કપડામાં બાંધીને ફરી આખી રાત રહેવા દો. હવે બીજા દિવસે એક પ્‍લેટમાં કાઢી, સાફ પાણીથી ધોઈને સુકાવા દો અથવા ઈચ્‍છા હોય તો નૉનસ્ટિક પેનમાં શેકી નાખો. બટાકાની છાલ ઉતારી તેના નાના નાના ટુકડા કરી દાળમાં ભેળવો. બારીક સમારેલી ડુંગળી અને પનીરના ચોરસ ટુકડાને પણ તેમાં ઉમેરો. બારીક સમારેલાં લીલાં મરચાં-કોથમીર તેમાં ભેળવી ઉપરથી સંચળ, મરી, મરચું, ચાટમસાલો, શેકેલું જીરું, આમલીનું પાણી તથા ફુદીનાની ચટણી ઉમેરી બરાબર મિક્સ કરી મહેમાનોને જમવા પીરસો.

દૂધીનો હલવો

સામગ્રી :
તુંબડી દૂધી : ૨ કિલો,
ખાંડ : અઢી કિલો,
માવો : અડધો કિલો,
વેનીલા એસેન્સ,
વરખ.
રીત :
પ્રથમ દૂધીને છોલીને ખમણી લેવી. પછી બાફી લેવી. એકદમ બફાઈ જાય ત્યારે પાણી કાઢી નાખવું. પછી દૂધીને કડાઈમાં મૂકી થોડીવાર હલાવવી. પછી તેમાં માવો નાંખવો. બધું બરાબર મિક્સ થાય ત્યારે ખાંડ નાખવી. ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી બરાબર હલાવતા રહેવું. પછી તેમાં ૩ થી ૪ ટીપાં એસેન્સ નાખી હલાવો. પછી કડાઈ તાપ ઉપરથી ઉતારીને ઘી લગાડેલી થાળીમાં હલવો પાથરી દેવો. થોડીવાર પછી એની ઉપર વરખ લગાડો. આમ સ્વાદિષ્‍ટ દૂધીનો હલવો તૈયાર.

કસ્‍ટર્ડ શાહી રબડી

સામગ્રી :
૨ ૧/૨ કપ દૂધ,
૧/૨ કપ ખાંડ,
૩ ચમચા કસ્‍ટર્ડ પાઉડર,
૧/૨ ચમચી વેનિલા એસેન્‍સ,
૮ બ્રેડ સ્‍લાઈસ,
૧/૩ કપ ક્રીમ,
૧ ચમચો પિસ્‍તા,
૧ ચમચો ગ્‍લેઝડ ચેરી,
૧/૪ કપ પાણી.
રીત : બ્રેડ સ્‍લાઈસને અડધી કાપીને ગરમ તેલમાં તળી લો. એક પેનમાં અડધા ભાગનું દૂધ ગરમ કરી તેમાં અડધી ખાંડ મિક્સ કરી દો. ઊકળતા દૂધમાં કસ્‍ટર્ડ પાઉડરની પેસ્‍ટ નાખીને ઘટ્ટ કસ્‍ટર્ડ તૈયાર કરો. બાકી વધેલા દૂધ અને ખાંડને એક બીજા પેનમાં ઘટ્ટ થાય ત્‍યાં સુધી ઉકાળો. તેમાં તળેલી બ્રેડના ટુકડા નાખી બે મિનિટ રહેવા દો. તેને બહાર કાઢી સર્વિંગ પ્‍લેટમાં પાથરી દો. હવે દરેક સ્‍લાઈસ પર કસ્‍ટર્ડ અને મલાઈ નાખો. ઉપર પિસ્‍તા અને ચેરીથી સજાવી ઈચ્‍છા મુજબ ગરમ અથવા ઠંડું સર્વ કરો.

કોકોનટ એન્‍ડ પનીર દૂધપાક

સામગ્રી :
૧ લિટર દૂધ,
૩ ટે.સ્‍પૂન ખમણેલું કોપરું,
૨ ટી.સ્‍પૂન પલાળીને વાટેલા બાસમતી ચોખાનો પલ્‍પ,
૧ ટે. સ્‍પૂન પનીર,
૧ ટી. સ્‍પૂન કાજુનો ભૂકો,
૧૫૦ ગ્રામ ખાંડ,
૦।। ટી. સ્‍પૂન ઇલાયચીનો ભૂકો,
ચપટી જાયફળનો ભૂકો.
રીત :
દૂધને ઉકાળવા મૂકવું. એક ઉભરો આવે એટલે ચોખાની પેસ્‍ટ તેમાં ભેળવી દેવી.દૂધ જરા જાડું થાય એટલે ખાંડ નાંખી સતત હલાવતા રહી દૂધને ઊકળવા દેવું.ત્‍યાર બાદ કોપરાનું છીણ તથા કાજુનો ભૂકો ઉમેરવા.બરાબર ઊકળી દૂધપાક તૈયાર થાય એટલે નીચે ઉતારી પનીર, ઇલાયચી, જાયફળ નાંખવા. ધીરે ધીરે હલાવી બધું મિકસ કરી ફ્રિજમાં ઠંડો કરવો.
(કોપરાનું છીણ ઉમેરતી વખતે તાપ એકદમ ધીરો રાખી, સતત હલાવતા રહેવું જેથી કોપરાના ફાઈબરથી દૂધ ફાટી ન જાય).

ખજૂરના લાડુ

સામગ્રી :
૪૫૦ ગ્રામ ખજૂર,
૧૦૦ ગ્રામ તલ,
૧૦૦ ગ્રામ નાળિયેરની છીણ,
૫૦ ગ્રામ સાકરટેટીનાં બીનો ગર,
૧/૨ ચમચી એલચીનો પાઉડર.
સજાવવા માટેની સામગ્રી :
૧/૨ કપ નાળિયેરની છીણ.
રીત :
ખજૂરને ધોઈને સારી રીતે તડકે સૂકવો. તેમાંથી ઠળિયા કાઢી નાખો. પછી મિક્સીમાં નાખીને કે વાટીને તેનો માવો બનાવો. તલને શેકીને અધકચરા વાટી નાખો. હવે ખજૂરના માવામાં તલ, નાળિયેરની છીણ, સાકરટેટીનાં બીનો ગર તથા એલચી પાઉડર નાખી સારી રીતે મિક્સ કરી નાખો. તેના નાના નાના લાડુ વાળી તેમને નાળિયેરની છીણમાં રગદોળો. ઘી-ખાંડ વિનાના આ લાડુ ખાવામાં ખૂબ સ્‍વાદિષ્‍ટ અને પૌષ્ટિક છે.

દૂધપાક

સામગ્રી :
૧ લિટર દૂધ,
૪૦ ગ્રામ બાસમતી ચોખા (જૂના),
૧૫૦ ગ્રામ ખાંડ,
૧ ટે. સ્‍પૂન બાફેલી બદામની ચીરીઓ,
૦।। ટી. સ્‍પૂન ઇલાયચીનો ભૂકો,
૧ ટી. સ્‍પૂન બાફેલી ચારોળી,
૦। ટી. સ્‍પૂન જાયફળનો ભૂકો,
૧ ટી સ્‍પૂન ઘી.
રીત :
ચોખાને ધોઈ અડધો કલાક માટે પાણીમાં પલાળવા.કપડાં ઉપર કોરા કરી ઘીથી મ્‍હોવા.દૂધ ઉકાળવા મૂકવું. એક ઉભરો આવે એટલે હલાવતા રહી ચોખા ઉમેરવા.ચોખા બરાબર ચઢે અને દાણો ફાટે એટલે ખાંડ ઉમેરવી. હલાવતા રહેવું.ખાંડનું પાણી બળે, દૂધપાક ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લેવો.બાફેલા બદામ, ચારોળી તથા ઇલાયચી, જાયફળનો ભૂકો ઉમેરવા.દૂધપાક ઠંડો થાય ત્‍યાં સુધી વચ્‍ચે વચ્‍ચે હલાવવો જેથી મલાઈ ન બાઝે.
*યંગ જનરેશનને દૂધપાક ન ભાવે તો બ્‍લેન્‍ડરમાં હલાવી ચોખા ક્રશ કરવા. મલાઈ એકરસ કરવી. ફ્રિજમાં ઠંડો મૂકવો. સરસ ‘રાઈસ પૂડિંગ‘ તૈયાર થશે. અખરોટ, કિસમિસ, અન્‍ય ડ્રાયફ્રૂટ ઉમેરવા.

નાળિયેરની જલેબી

સામગ્રી :
૨૫૦ ગ્રામ મેંદો,
૧/૪ ચમચી બેકિંગ પાઉડર,
૫૦૦ ગ્રામ ખાંડ,
૧ ચપટી ખાવાનો લાલ રંગ,
૧ નાળિયેર,
૨૫૦ ગ્રામ ઘી કે તેલ.
રીત :
મેંદો ચોળીને એક મોટા વાટકામાં નાખી તેમાં બેકિંગ પઉડર ભેળવી દો. હવે નાળિયેર ફોડીને તેમાંથી પાણી કાઢી લો. નાળિયેરનો માવો બારીક પીસીને મેંદામાં મિક્સ કરી તેમાં ધીરે ધીરે નાળિયેરનું પાણી રેડીને મેંદાનું ખીરું તૈયાર કરો. તે પાતળું ન હોવું જોઈએ. એક વાસણમાં પાણી તથા ખાંડ નાખી ચાસણી બનાવવા ગરમ કરો. તેમાં લાલ રંગ નાખો. એક તારી ચાસણી બનાવી લો. ફ્રાઈન પેન આંચ પર મૂકો. તેમાં ઘી કે તેલ નાખી ખૂબ ગરમ કરો. હવે જલેબી પાડવાના કપડામાં ખીરું ભરી તેને ઉપરથી મજબૂત પકડીને ધીરે ધીરે દબાવો. કપડાના ગોળ કાણામાંથી કડાઈમાં જલેબી પાડી, તળીને તરત જ ખાંડની રંગીન ચાસણીમાં નાખતાં જાવ. થોડીવાર પછી જલેબીને ચાસણીમાંથી બહાર કાઢી લો.

બદામ પિસ્‍તાના લાડુ

સામગ્રીઃ
૧/૨ વાટકી બદામનો બારીક ભૂકો,
૧/૨ વાટકી પિસ્‍તાનો કરકરો ભૂકો,
૧/૨ વાટકી ખાંડ,
૧/૪ વાટકી પિસ્‍તાના બારીક ટુકડા,
૧/૪ વાટકી ખાંડ,
ત્રણ ચાર ટીપા બદામનું એસેન્‍સ,
પ્રમાણસર કેશર,
પિસ્‍તાની કતરી
રીતઃ
૧/૨ વાટકી ખાંડમાં ૧/૨ પાણી નાંખી એક તારની ચાસણી બનાવો. ચાસણી થઈ ગયા બાદ નીચે ઉતારી તેમાં બદામનો ભૂકો અને બદામનું એસેન્‍સ નાંખી બરાબર મીકસ કરો.૧/૪ ખાંડ તથા ૧/૪ પાણી મીકસ કરી એક તારની ચાસણી કરો. તૈયાર થઇ ગયા બાદ નીચે ઉતારી તેમાં પિસ્‍તા પાઉડર અને પિસ્‍તાના ટુકડા નાખવા બરાબર મીકસ કરવું બદામના પુરણમાંથી થોડું પૂરણ લઈ પુરીની જેમ હાથ ઉપર થેપીને તેની વચ્‍ચે પિસ્‍તાનું થોડું પુરણ મુકી કચોરીની જેમ વાળો.બધા લાડુ તૈયાર થઈ જાય એટલે તેના ઉપર ડેકોરેશન કરવા માટે કેશરને જરાક પાણીમાં પલાળી બધા લાડુ પર આંગળીથી કેશરનું ગોળ ટપકું કરી તેના ઉપર પિસ્‍તાની એક કતરી લગાવો.

સાબુદાણા ખીર

સામગ્રી :
૨ લિટર દૂધ,
૫૦૦ ગ્રામ સાબુદાણા,
૨૦૦ ગ્રામ ખાંડ,
થોડાં ટીપાં ગુલાબજળનાં,
૪૦ ગ્રામ કાજુ,
૩૦ ગ્રામ બદામ.
રીત :
સાબુદાણાને પાણીમાં પલાળો. દૂધમાં ખાંડ નાખી ઉકાળો. તે પછી સાબુદાણા અને ગુલાબજળ ઉમેરો, તે પછી બે મિનિટ ચડવા દો. પછી કાજુ અને બદામ મિક્સ કરો અને ગાર્નિશ પણ કાજુ, બદામ મિક્સ કરો. હવે સર્વ માટે તૈયાર છે.




નોંધ :
સાબુદાણાને વધુ સમય ન પલાળો ફક્ત બે-ત્રણ મિનિટ સુધી પલાળો.

લીલા નાળિયેરના લાડુ

સામગ્રી :
૨ કપ લીલું નાળિયેર (છીણેલું),
૨ કપ પનીર છીણેલું,
૧/૨ કપ માવો અથવા મિલ્‍ક પાઉડર,
૧ કપ દળેલી ખાંઙ
રીત :
સૌથી પહેલાં માવો, પનીર અને દળેલી ખાંડને ભેગાં કરી, હાથથી બરાબર મસળી તેના ગોળા વાળી દો. દરેક ગોળાની અંદર એક એક પિસ્‍તું મૂકી એમને નાળિયેરની છીણમાં રગદોળી થાળીમાં સજાવી દો. ઠંડા થાય એટલે પિસ્‍તાં અથવા કેસરથી સજાવીને પીરસો.