દમ આલુ બનારસી

દમ આલુ બનારસી

તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૨૦ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૧૨ થી ૧૫ નાના બટેટા
-તળવા માટે તેલ

ગ્રેવીની

-૨ કપ ટામેટા બારીક સમારેલા
-૩ લવંિગ
-૩ કળી લસણ
-૧ નાનો ટુકડો આદુ
-૮ સૂકાં લાલ કાશ્મીરી મરચાં
-૨ ચમચા કાજુના ટુકડા
-૧ ચમચી જીરું
-૧ ચમચી વરિયાળી
-૨૧/૨ કપ પાણી

અન્ય સામગ્રીઃ-

-૮ લીલી એલચી
-૧ ચમચો કસૂરી મેથી (સૂકવેલી મેથી) શેકેલી
-૧ ચમચો મધ
-૧/૨કપ તાજું ક્રીમ
-૧ ચમચો કોથમીર બારીક સમારેલી
-૨ ચમચી માખણ
-૧ ચમચી તેલ
-મીઠું સ્વાદાનુસાર

રીતઃ-

- નાના બટેટાને ધોઈને સૂકા કરો. દરેક બટેટાને કાંટાની મદદથી કાણાં પાડો.
- તળવા માટે તેલ ગરમ મૂકો અને બટેટાને છાલ સાથે જ તળો. એક બાજુ મૂકો.

ગ્રેવીની

- ટામેટાને બાફીને તેની છાલ કાઢો
- ટામેટા સહિતની તમામ સામગ્રીને મિકસરમાં વાટીને એકરસ કરો.

આગળની રીતઃ-

- એક વાસણમાં માખણ અને તેલને ગરમ કરો. તેમાં એલચી અને ગ્રેવીની પેસ્ટ ઉમેરી સાંતળો. ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવતાં રહો.
- પછી બટેટા, કસૂરી મેથી, મધ અને મીઠું ઉમેરી હલાવતાં રહો.
- પાંચ મિનિટ બાદ ક્રીમ અને કોથમીર ઉમેરી ગેસ પરથી નીચે ઉતારી લો.

ગરમ ગરમ પીરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.