કાળી દ્રાક્ષનું રાયતું

કાળી દ્રાક્ષનું રાયતું


તૈયારીનો સમય ઃ ૧૫ મિનિટ
માત્રા ઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રી ઃ

-૧ કપ કાળી દ્રાક્ષ છુંદેલી
-૧ કપ તાજું દહીં વલોવેલું
-૧/૨ ચમચી સંચળ
-૧ ચમચી જીરાનો પાવડર
-૧/૨ ચમચી લાલ મરચાની ભૂકી
-મીઠું સ્વાદાનુસાર

રીત ઃ

- દ્રાક્ષને વાસણમાં કાઢો અને ફરીવાર સરખી રીતે છુંદો.
- તેમાં સંચળ, જીરાનો પાવડર, મરચાની ભૂકી અને મીઠું નાંખીને સરખી રીતે મિક્સ કરો.
- આ મિશ્રણને ૧૦ થી ૧૫ મિનિટ રહેવા દો.
- પછી તેમાં દહીં ઉમેરીને સરખી રીતે મિક્સ કરો.

ઠંડું કરીને પીરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.