ફલાફલ

ફલાફલ


તૈયારીનો સમય ઃ ૨૫ મિનિટ
બનાવવાનો સમય ઃ ૩૦ મિનિટ
માત્રા ઃ ૧૨ નંગ ફ્‌લાફલ બનશે

સામગ્રી ઃ

પિટા બ્રેડ માટે ઃ

-૧ કપ ઘઉંનો લોટ
-૧ ચમચી (૫ ગ્રામ) તાજી યીસ્ટનો ભૂકો
-૧/૨ ચમચી સાકર
-૧ ચમચો તેલ
-૧/૨ ચમચી મીઠું

ડ્રેસીંગ માટે

-૬ ચમચા તાજું દહીં
-૨ કળી લસણ વાટેલું
-૨ લીલા કાંદા બારીક સમારેલા
-૧ ચપટી સાકર
-મીઠું સ્વાદાનુસાર

પેટીસ માટે ઃ

-૧ કપ કાબુલી ચણા આખી રાત પલાળેલા
-૧ લીલું મરચું બારીક કાપેલું
-૧/૨ કપ ફૂદીનો બારીક કાપેલો
-૧/૨ ચમચી આદુ વાટેલુ
-૧/૨ કપ કોબી સમારેલી
-૧/૪ કપ કેપ્સીકમ (સિમલા મરચા) બારીક કાપેલા
-૧/૨ ચમચી શેકેલા જીરાનો પાવડર
-મીઠું સ્વાદાનુસાર
-તળવા માટે તેલ

અન્ય સામગ્રી ઃ

-૨ ટામેટાની પાતળી સ્લાઇસ
-૧ કપ લેટુસના પાન સમારેલાં

રીત ઃ

પિટા બ્રેડ માટે

- તેલ સિવાયની બધી જ સામગ્રીને ભેગી કરીને પાણી નાંખીને લોટ બાંધો. લોટ સુંવાળો અને થોડો ચીકાશ પડતો થશે. (લગભગ ૫ થી ૭ મિનિટ થશે.)
- થોડું તેલ નાંખીને કુણવો.
- લોટ ઉપર પાતળું કપડું ઢાંકીને રાખો. લગભગ ૧૫ થી ૨૦ મિનિટમાં તે ફુલીને બમણો થઇ જશે.
- લોટને દબાવીને બધી હવા કાઢી નાંખો.
- લોટના ૬ ભાગ કરવા.
- પ્રત્યેક ભાગને ૪ મિ.મી. જાડા રહે તે રીતે ગોળાકારમાં વણો.
- ગરમ તવા પર પિટા બ્રેડને શેકો. બંને બાજુથી બ્રેડ ફુલી જશે.
- ઉતારીને એકબાજુ મૂકો.
- આ બ્રેડને વચ્ચેથી બે ભાગમાં વિભાજીત કરો.

એકબાજુ મૂકો.

ડ્રેસીંગ માટે ઃ

- બધી જ સામગ્રીને લિકવિડાઈઝરથી એકરસ કરી સુંવાળી પેસ્ટ બનાવો.

પેટીસ માટે ઃ

- કાબુલી ચણામાંથી પાણી કાઢો
- મિકસરમાં ચણા, લીલા મરચાં અને ફુદીનો નાંખીને વાટવું. પાણી નાંખવું નહિ.
- અન્ય સામગ્રી નાંખીને મિક્સ કરવી.
- આ મિશ્રણના ૧૨ ભાગ કરવા અને તેને પેટીસનો આકાર આપવો.
- તેલ ગરમ કરીને પેટીસ તળવી.

આગળની રીત ઃ

- તવા પર પિટા બ્રેડને ગરમ કરો.
- પ્રત્યેક પિટા બ્રેડના ભાગમાં ટામેટાની સ્લાઇસ, લેટુસના પાન, એક તળેલી પેટીસ અને ૧ ચમચી ડ્રેસીંગ પાથરવું.
- બાકીના પિટા બ્રેડ પણ આ જ રીતે તૈયાર કરો. ગરમ ગરમ પીરસો.

નોંધ ઃ તાજી યીસ્ટને બદલે ૧/૨ ચમચી સુકી યીસ્ટને હુંફાળા પાણીમાં નાંખીને પણ વાપરી શકાય.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.