કારેલા મુસ્સલમ

કારેલા મુસ્સલમ

તૈયારીનો સમયઃ ૪૫ મિનિટ
બનાવવાનો સમયઃ ૪૫ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૨ કપ (૨૫૦ ગ્રામ) કારેલાં ઊભાં ચીરી જેવા સમારેલા
-૧/૨ ચમચી જીરું
-૧ કપ કાંદા બારીક સમારેલા
-૧ ચમચી આદું- લસણની પેસ્ટ
-૧ ચમચી લાલ-મરચાંની ભૂકી
-૨ ચમચી ધાણાજીરું
-૧/૪ ચમચી હળદર
-૧૧/૨ કપ ટામેટા બારીક સમારેલા
-૩ ચમચા ક્રીમ
-૨ ચમચા ટામેટાનો પ્યુરે (જાડો રસ)
-૧/૨ ચમચી સાકર
-૧ ચમચો તેલ
-મીઠું સ્વાદાનુસાર
-૨ ચમચી તેલ

અન્ય સામગ્રી

-તળવા માટે તેલ

રીતઃ

- કારેલાની ચીરીઓ પર મીઠું ભભરાવો અને ૪૦ થી ૪૫ મિનિટ એક બાજુ મૂકી રાખો.
- કારેલામાંથી બઘું પાણી નીતારી તેને એક કપડા પર સૂકવો
- તળવા માટે કઢાઈમાં તેલ ગરમ મૂકો અને કારેલા ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો.
- એક વાસણમાં ૨ ચમચી તેલ ગરમ મૂકી જીરુ નાંખો. જીરું તતડી જાય ત્યારે કાંદા નાંખી સાંતળો.
- તેમાં આદુ - લસણની પેસ્ટ, મરચું, ધાણાજીરું, હળદર અને ૧ કપ પાણી મૂકી ૪થી ૫ મિનિટ ઉકાળો.
- તેમાં ટામેટાં ઉમેરી ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવતાં રહો.
- ક્રીમ અને ટામેટાનો પ્યુરે ઉમેરી મિકસ કરો.
- કારેલા, સાકર અને મીઠું ઉમેરી મિકસ કરો.
- ૩ થી ૪ મિનિટ હલાવ્યા બાદ ગેસ પરથી નીચે ઉતારો.

ગરમ - ગરમ પીરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.