કેરીના આંબોળિયા અને શીંગદાણાનું મસાલેદાર શાક

કેરીના આંબોળિયા અને શીંગદાણાનું મસાલેદાર શાક

તૈયારીનો સમયઃ ૧૫ મિનિટ
બનાવવાનો સમયઃ ૧૫ મિનિટ
માત્રાઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રીઃ

-૧ કપ સુકવેલી કેરીના આંબોળિયા
-૧ કપ શીંગદાણા
-૩ નંગ ટામેટા
-૧ ચમચી તલ
-૨ ચમચી નાળિયેરનું ખમણ
-૧ ચમચી ખસખસ
-૧ ચમચી હળદર
-૧ ચમચી લાલ મરચું
-૩ ચમચી ધાણા જીરું
-૫ ચમચી ખાંડ
-મીઠું સ્વાદાનુસાર
-૧ ચમચી ગરમ મસાલો
-૧ ચમચી લીલા મરચાંની પેસ્ટ
-૧/૨ ચમચી રાઇ
-૧ ચપટી હંિગ

બીજી સામગ્રીઃ

-૨ ચમચા વઘાર માટે તેલ

રીતઃ

- આંબોળિયાને બે થી ત્રણ પાણીમાં ધોઇ કુકરમાં મૂકો.
- આંબોળિયા સાથે શીંગદાણા નાંખો. પછી ચાર સીટી વગાડીને ઉતારી દો. એક બાઉલમાં બઘું કાઢી લેવું.
- ટામેટા, ખસખસ, નાળિયેરનું ખમણ, તલ, લીલા મરચાં બઘું મિક્સરમાં વાટીને પ્યુરે બનાવો.
- એક વાસણમાં વધાર માટે તેલ મુકી તેમાં રાઇ, હીંગ નાંખો.
- પછી તેલમાં ટામેટાનો પ્યુરે નાંખો.
- મીઠું, હળદર, ધાણાજીરુ, સાકર, લાલ મરચું અને ગરમ મસાલો નાંખો. ૭ મિનિટ ઢાંકીને રહેવા દો. ત્યારબાદ હલાવો.
- આ ગ્રેવીમાં બાફેલા આંબોળિયા અને શીંગદાણા નાંખો. ૧૦ મિનિટ ઉકળવા દેવું.
- ગેસ પરથી ઉતારી એક બાઉલમાં કાઢી કોથમીરથી સજાવો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.