સ્પાઇસી વેજીટેબલ રિસોટો

સ્પાઇસી વેજીટેબલ રિસોટો
તૈયારીનો સમય :  ૧૦ મિનિટ
બનાવવાનો સમય :  ૨૦ મિનિટ
માત્રા :  ૪ વ્યક્તિ માટે



સામગ્રી :
-   ૧ કપ ઘઊંના ફાડા,   ૧ કાંદો બારીક સમારેલો,   ૧/૨ કપ કેપ્સિકમના ચોરસ ટુકડા,   ૧/૨ કપ મશરૂમની સ્લાઇસ,   ૧/૨ કપ રીંગણાના ચોરસ ટુકડા,   ૧/૨ કપ લીલા વટાણા,   ૧/૪ કપ ગાજરના ચોરસ ટુકડા,   ૧ કપ દૂધ (લૉ-ફેટ),   ૧ ચમચો ચીઝ ખમણેલી,   ૧/૨ ચમચી મિક્સ્ડ ડ્રાઇ હર્બસ (ઇચ્છાનુસાર),   ૧ ચમચી ઓલિવ ઓઇલ અથવા તેલ,   મીઠું સ્વાદાનુસાર


વાટીને પેસ્ટ બનાવો :
-   ૨ કળી લસણ,   ૨ આખા લાલ મરચા



રીત :
-   ઘઊંના ફાડાને સાફ કરી, ધોઇને થોડીવાર પલાળી રાખો. પાણી કાઢીને એકબાજુ મૂકી રાખો.
-   એક નોન-સ્ટિક વાસણમાં તેલ ગરમ કરો અને કાંદાને સાંતળો.
-   તેમાં કેપ્સિકમ, મશરૂમ, રીંગણા, વટાણા, ગાજર અને લસણ-મરચાંની પેસ્ટ નાંખો અને ૨ થી ૩ મિનિટ સાંતળો.
-   તેમાં ફાડા, પાણી અને મીઠું નાંખીને ચડવા દો.
-   તેમાં દૂધ, ચીઝ અને ડ્રાઇ હર્બસ ઉમેરી હલાવો અને થોડીવાર પછી ગેસ પરથી નીચે ઉતારો.
-   ગરમ ગરમ પીરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.