ખસ્તા રોટી

ખસ્તા રોટી

તૈયારીનો સમયઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમયઃ ૧૫ મિનિટ
માત્રાઃ ૪ રોટી બનશે

સામગ્રીઃ

-૩/૪ કપ ઘઉંનો લોટ
-૧/૨ કપ રવો
-૩ ચમચા ઘી
-મીઠું સ્વાદાનુસાર

રીતઃ-

- તમામ સામગ્રી મિકસ કરી થોડું પાણી ઉમેરી થોડો કઠણ લોટ બાંધવો. લોટને બહુ કુણવવો નહંિ.
- લોટ પર સુતરાઉ ભીનું કાપડ ૧૦ થી ૧૫ િમિનટ સુધી ઢાંકી રાખો.
- લોટમાંથી ૪ લુઆ બનાવી રોટી વણો
- તવાને ગેસ પર ગરમ મૂકો પછી રોટીને હાથમાં લઈ તેની નીચેની સપાટી પર પાણીવાળો હાથ ફેરવો અને ભીની સપાટી નીચેની બાજુ રહે તે રીતે તવા પર મૂકો.
- મઘ્યમ તાપે ૨ થી ૩ મિનિટ માટે રાંધો પછી તવાને ઊંધો કરી રોટીને સીધી ગેસની જવાળા પર શેકો એટલે ગોલ્ડન ટપકાં થશે.
- તવાને ફરી ગેસ પર મૂકો અને નીચેની બાજુ પણ ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી શેકો.
- બાકીની રોટી પણ આ જ રીતે શેકો.

ગરમ - ગરમ પીરસો

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.