સ્પાઇસી સ્પ્રાઉટ્‌સ સેન્ડવિચ

સ્પાઇસી સ્પ્રાઉટ્‌સ સેન્ડવિચ


તૈયારીનો સમય ઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમય ઃ ૨૦ મિનિટ
માત્રા ઃ ૪ વ્યક્તિ માટે

સામગ્રી ઃ

-૮ બ્રેડની સ્લાઇસ
-૪ ચીઝની સ્લાઇસ
-૧ કાંદાની સ્લાઇસ
-થોડું બટર (માખણ)

ફણગાવેલાં કઠોળના મિશ્રણ માટે ઃ

-૧ કપ મિકસ્ડ બાફેલા ફણગાવેલા કઠોળ
-૧/૨ કપ બાફેલા બટેટાનો છુંદો
-૧ કાંદો બારીક કાપેલો
-૧ લીલું મરચું બારીક કાપેલું
-૨ ચમચી પાવભાજી મસાલો
-૨ ચમચી ધાણાજીરાનો પાવડર
-૧/૨ ચમચી હળદર
-૧/૨ ચમચી સંચળ
-૩ ટામેટાં બારીક કાપેલાં
-૨ ચમચા બટર (માખણ)
-મીઠું

રીત ઃ

કઠોળના પૂરણની-

- વાસણમાં બટરને ગરમ કરો તેમાં કાંદા નાંખીને સાંતળો.
- તેમાં આદું-લસણ અને લીલું મરચું નાંખીને ૧ મિનિટ સાંતળો.
- તેમાં પાવભાજી મસાલો, ધાણાજીરાનો પાવડર, હળદર, સંચળ, ટામેટા અને મીઠું નાંખીને સરખી રીતે મિક્સ કરી હલાવો જેથી તેલ બહાર નીકળે.
- તેમાં બાફેલા કઠોળ અને બટેટા મિક્સ કરો અને એકબાજુ મૂકો.

આગળની રીત ઃ

- કઠોળના પૂરણના ૪ સરખા ભાગ કરો.
- એક ભાગને બ્રેડની સ્લાઇસ પર પાથરો. તેના પર કાંદાની સ્લાઇસ અને ચીઝની સ્લાઇસ મૂકો અને તેના પર પાછી બ્રેડની બીજી સ્લાઇસ મૂકી સેન્ડવિચ બનાવો.
- બાકીની સામગ્રીમાંથી આ જ રીતે સેન્ડવિચ બનાવો.
- થોડું બટર લગાડી સેન્ડવિચને ગ્રીલ કરો.

ગરમ ગરમ પીરસો.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.