કારેલાની કઢી
તૈયારીનો સમય : ૧૦ મિનિટ
બનાવવાનો સમય : ૧૫ મિનિટ
માત્રા : ૪ વ્યક્તિ માટે
સામગ્રી :
- ૧/૪ કપ કારેલા બારીક સમારેલા, ૧/૨ કપ કાંદા બારીક સમારેલા, ૧ ચમચી આદુ - મરચાંની પેસ્ટ, ૧ કપ દહીં, ૨ ચમચા ચણાનો લોટ, ૧/૪ કપ કોથમીર સમારેલી, ૧ ચમચી તેલ, મીઠું સ્વાદાનુસાર
રીત :
- એક વાસણમાં તેલ ગરમ કરી કાંદા સાંતળો.
- તેમાં કારેલા અને મીઠું નાંખીને મઘ્યમ તાપે ચઢવા દો.
- એક બાઉલમાં દહીં અને ચણાનો લોટ મિક્સ કરી પેસ્ટ બનાવો.
- કાંદા અને કારેલા થઈ જતાં તેમાં દહીં - ચણાના લોટનું મિશ્રણ, આદુ-મરચાની પેસ્ટ અને ૧ કપ પાણી નાંખો. સતત હલાવતાં રહો અને ઉકાળો.
- થોડું મીઠું જરૂર લાગે તો નાંખો અને થોડી મિનિટ ઉકળી જાય એટલે કોથમીર નાંખી પીરસો.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.